You Can Heal Your Life Paperbac

350.00
‘જો તમે થોડી માનસિક કસરત કરવા તૈયાર હો તો ચોક્કસ માનજો કે ગમે તે દર્દ મટી શકે છે.’ લુઇસ એલ હે. આ ‘બેસ્ટલિંગ’ પુસ્તકે લાખો લોકોની જિંદગીને બદલી નાખી છે, એ પણ જાતે જ ખુદની દવા બનીને. આપણી તંદુરસ્તી અને સ્વસ્થતા ઉપર આપણું મન કેવી રીતે ધારદાર અસરો ઉપજાવી શકે છે તે વાત સુંદર રીતે જણાવતું આ પુસ્તક લોકોની આંખ ખોલી નાખવા માટે સારું સાધન છે. આ પ્રેરણાત્મક પુસ્તકના વિશ્વવિખ્યાત માર્ગદર્શક લુઇસ એલ. હે. આપણને મન અને શરીરના સંબંધને ખૂબ જ ઊંડાણથી સમજાવે છે. તેઓ આપણા શારીરિક રોગ અને અવસ્થાતાને તેના મૂળસ્ત્રોત તપાસીને આપણા વિચારો અને કલ્પનાઓ માટે બાધારૂપ બનતી વાતોને સરળતાપૂર્વક સમજાવી આપણને માર્ગ બતાવે છે. આ પુસ્તકમાં વિચારો અને આયોજનો છે જેણે જગતના લાખો લોકોની જિંદગીને બદલી નાખી છે. આ જાતે કરી શકાય તેવી માર્ગદર્શિકા તમારી જિંદગીને પણ મૂળથી બદલી નાખશે. આ પુસ્તકને હાથવગુ રાખજો જેથી તમને સમયે સમયે લાભ થાય અને એક નકલ બીમારીથી પીડાતા સ્વજનને ભેટ આપજો - તેઓ તમારું ઋણ નહિ ભૂલે. by Louise L. Hay (Author), Aaditya Vasu (Translator)

VERNA VALAMANA (PART 1 TO 3) Ha

1,000.00
VERNA VALAMANA (PART 1 TO 3) Hardcover ? 1 January 2013

The Secret of the Nagas (Gujara

499.00
The Secret of the Nagas (Gujarati) - Nagvansh Nu Rahasya (The Shiva Trilogy) Paperback ? 30 May 2019

Mahamanv Sardar Hardcover by D

425.00
Mahamanv Sardar Hardcover ? 1 January 2014 by Dinkar Joshi (Author)

Sita: Mithilani Virangna Paperb

400.00
Sita: Mithilani Virangna Paperback ? 1 January 2017

Madhyabindu Paperback ? 1 Janua

225.00
Now in Gujarati Madhyabindu Paperback ? 1 January 2012

Reindeers Paperback by Anil Cha

135.00
દરેક માણસ સ્કૂલ તથા હૉસ્ટેલ-લાઇફમાં જેટલું એન્જોય કરે છે, તેટલું પછી ક્યારેય નથી કરી શકતો. આ દિવસોમાં નિર્દોષતા ને નિખાલસતા છે, તો પારાવાર મૂર્ખતા પણ છે. પેટમાં આંટીઓ પડી જાય એવું હાસ્ય છે, તો આંખમાંથી બારે મેઘ ખાંગા થાય એવું રુદન પણ છે. ડહાપણ છે, દોઢડહાપણ પણ છે. ઝઘડો છે, સમાધાન પણ છે; ગંભીરતા છે, ચંચળતા પણ છે; પ્રેમ છે, નફરત પણ છે; આનંદ છે, ઉદાસી પણ છે; ટીખળ છે, ઈર્ષા પણ છે. રોમાંચ છે અને રોમાન્સ પણ છે! આ જ સમયમાં મિત્રતાની મજબૂત ગાંઠ બંધાય છે. પ્રેમના પુષ્પની સુગંધ પણ આ જ સમયમાં અનુભવાવાની શરૂ થાય છે. આ તમામ પ્રસંગોની મીઠી મહેક જિંદગીભર હૃદયની હાર્ડ ડિસ્કમાં સેવ રહે છે. આ પુસ્તકમાં એવી અનેક ઘટનાઓ છે, જે વાંચીને તમે પણ સ્કૂલનાં ફૂલ થઈને ભૂતકાળના બગીચામાં પહોંચી જશો. આ નવલકથાનું શીર્ષક ‘રેન્ડિયર્સ’ શા માટે? એનો ખુલાસો અંતમાં અત્યંત રસપ્રદ રીતે કરવામાં આવ્યો છે. એના માટે આ નવલકથા વાંચવી જ રહી. આ પુસ્તક એવા તમામ બારકસ-મિત્રોને હકપૂર્વક ભેટમાં આપવું જોઈએ, જેમની સાથે રહીને સ્કૂલ કે હૉસ્ટેલમાં ટોળટીખળ અને તોફાનો કર્યાં છે. આ માત્ર એક પુસ્તક નથી, સ્કૂલમાં જિવાયેલા દિવસોનો જીવંત દસ્તાવેજ છે. આના દ્વારા તમે તમારા મિત્રોને વીતેલા દિવસોની આખી દુનિયા ભેટમાં આપી શકશો. by Anil Chavda (Author)

Black Mail Paperback by Raj Bh

270.00
Savlo Sansar Avalo Saar Hardcover – 1 January 2007 રાજ ભાસ્કરે ક્રાઈમ સ્ટોરીઝને નવો ઘાટ આપી ફરી વાર પોપ્યુલર કરવામાં યોગદાન આપ્યું છે. એમાં ય વળી આ કૃતિ ‘બ્લેક-mail’ તો ‘સાધના’ના ડિજિટલ અવતારમાં રોજેરોજ ઓનલાઈન વાચકો માટે લખાયેલી ! રાજ ભાસ્કરે આપણી જ આસપાસ બનતી ઘટનાઓમાંથી ‘બ્લેક-mail’નું પોત વણ્યું છે. જરાય ઉપદેશકની કંટાળાજનક ભૂમિકા ભજવ્યા વિના પણ યુવાહવાને સંદેશ આપ્યો છે ડિજિટલયુગમાં સાવધ રહેવાનો. રેગિંગથી ચેટિંગ સુધીનાં ભયસ્થાનો એણે લાલબત્તી ધરીને મિત્રભાવે દેખાડ્યાં છે. પણ પાત્રલેખન અને કથાપ્રવાહના ભોગે લાંબા ભાષણો જેવી ફિલસૂફીથી નહીં. પળે પળે રોમાંચ અને ઉત્સુક્તા જગાડતી-ઘટનાઓના નિરૂપણથી. ફ્રેન્કલી સ્પીકિંગ, પ્રસ્તાવના લખવા માટે મે ઉપરથી ‘બ્લેક-mail’ વાંચવાની ચાલુ કરી, પણ રાજ ભાસ્કરની લસરક દઈને ગળે ઊતરે એવી ભાષા અને સડસડાટ પ્રકરણ વંચાય તેવી રજૂઆત. એટલે એકીબેઠકે આખી વાંચી ગયો. વળી ‘બ્લેક-mail’ની ભાષા એકદમ મને ગમે છે એવી ‘યૂથફુલ’ છે. દરેક પાત્રનો જે તે સમયનો વિઝ્યુઅલ સ્ક્રેચ બારીકાઈથી રજૂ થયો છે. સાથોસાથ જ જમેન્ટલ થયા વિના યુવાહૈયાંઓની મોડર્ન લાઈફસ્ટાઈલ અને ફીલિંગ્સ પણ ઉપસાવે છે. પણ સૌથી વધુ ગમી ગઈ એની પરત-દર-પરત ખૂલતી જતી સસ્પેન્સની ટ્રિક ! એમ લાગે કે વાત પૂરી થઈ ત્યાં નેચરલી જ રહસ્યનો નવો ફણગો ફૂટે ! અને છેક સુધી કળી ન શકો એવી રીતે ‘હુ ડન ઈટ’નું ‘રાઝ’ જાળવી રાખવામાં લેખક રાજ ભાસ્કર પૂરા સફળ થયા છે. ફિલ્મની સ્ક્રિપ્ટની જેમ લખાયેલી આ કથા પર વેબસિરિઝ બની શકે તેમ છે !. by Raj Bhaskar (Author)

Superhero Sardar Paperback by J

225.00
સરદાર, સિર્ફ નામ હી કાફી હૈ..... સરદાર વલ્લભભાઈ પટેલનું નામ અને કામ ગુજરાત માટે અજાણ્યું નથી, અને ભારત રાષ્ટ્ર તો આજીવન એમનું ઋણી છે. એમણે રજવાડાનું એકીકરણ કરવાનો ભગીરથ પડકાર ઉપાડ્યો. એમણે દેશને એક સંવિધાન મળે એ માટે પ્રયોસો શરૂ કર્યા અને વહીવટીતંત્રની કરોડરજ્જૂ જેવી સ્વદેશી સિવિલ સર્વિસ બનાવી. આશિષ્ઠ, દ્રઢિષ્ઠ, બલિષ્ઠ ના યુવા લક્ષણો સરદારસાહેબમાં હતા. Hopefull, Firm, Strong ત્વરિત નિર્ણયશક્તિ અને કડવો પણ ગુણકારી લીમડાં જેવો સ્પષ્ટ વાસ્તવવાદ. સરદારસાહેબ તો ગયા, પણ આપણે નવા સરદાર પેદા કેવી રીતે કરીશું ? કેમ ઘડાય સરદાર જેવું અસરદાર અને જોરદાર વ્યક્તિત્વ ? લોકપ્રિય લેખક-વક્તા જય વસાવડાએ સરદારસાહેબ પરના અઢળક સંદર્ભસાહિત્ય અને રઝળપાટ પછી નવી પેઢીને ગમે તેવી રજુઆત સાથે સરદારસાહેબના જીવનમાંથી પોઝિટિવ પ્રેરણા અને માર્ગદર્શન મળે એવું રસપ્રદ અને અમુક અજાણ્યા પ્રસંગોથી ભરપુર એવું અન્યોથી અલગ અનોખું પુસ્તક તૈયાર કર્યું છે. એમાં કેટલીક દુર્લભ તસ્વીરો અને સરદારસાહેબના પત્રો-ભાષણો વગેરેમાંથી આપણી આજની સમસ્યાઓનો ઉકેલ બતાવતા અવતરણો પણ મુક્યા છે. ચાલો, આ વાંચી ઇતિહાસ ઓળખીને આપણું ભવિષ્ય બનાવીએ. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’થી વિશ્વવિખ્યાત થઈ રહેલ ‘મેન ઓફ એક્શન’ સરદાર પટેલની આધુનિક ઓળખ કેળવીએ. આજે સરદારશ્રીના લોંગટર્મ વિઝનને સમજવાની તાતી જરૂર છે. માર્વેલ કોમિક્સના ‘આયર્ન મેન’ ના ફેન વધતા હોય ત્યારે આપણા અસલી માર્વેલસ આયર્નમેન (લોખંડી પુરુષ)ને તો સમજીએ ! by Jay Vasavada (Author)

Pruthvivallabh (G) Hardcover by

150.00
મુનશીજીની શ્રેષ્ઠ નવલકથા કઈ એ વિશે વિભિન્ન મંતવ્યો છે પરંતુ અનેક વિવેચકોના મત પ્રમાણે ' પૃથ્વીવલ્લભ ' એમની શ્રેષ્ઠ નવલકથા છે. by K. Munshi (Author)

Shakti (The Secret) Paperback

450.00
તમે અદભુત જિંદગી જીવવા સર્જાયા છો. આ પુસ્તકમાં મેં જીવનને અદભુત બનાવવા માટે મદદરૂપ થાય તેવી જાણકારીનો ખજાનો ખોલ્યો છે. તમારું જીવન સુખમય હોય તો તેને વધુ અપૂર્વ અને અસારધારણ બનાવવાની રીત દર્શાવી છે. તમે ધારો છો તે કરતાં જીવન ઘણું વધારે સરળ છે. જેમ જેમ તમારી જીવનની સમજણ વધતી જશે અને તમારી ભીતરની શક્તિનો તમને અહેસાસ થશે. જીવનનો જાદુ સંપૂર્ણપણે તમારી સમક્ષ પ્રગટ થશે, અને તે પછી તમારી જિંદગી અદભુત થઈ જશે. જીવનનો જાદુ ભલે શરૂ થાય. by Rhonda Byrne (Author), Sonal Modi (Editor), Kanti Patel (Translator)