Shraddha Ekbijani Paperback
Krishnaayan Paperback by Kaajal
'કૃષ્ણાયન' આ પુસ્તક માં માણસ થઈને જીવેલા ઈશ્વરની વાત છે. એટલી અધભુત રીતે તેની વાતો ને કહી છે કે વાચી ને જાણે જીવત વાતો લાગે તેવી અનુભૂતિ થાય છે ને તેમાં કહે છે કે કૃષ્ણ નું જીવન તેની લીલા કેવી છે ને તેનો પ્રેમ કેવો છે ને કૃષ્ણ ના દરેક જીવન નું રૂપ કહ્યું છે. જે વાચી ને દરેક ના જીવન માં એક માર્ગદર્શન છે. એ ત્રણેય સ્ત્રીઓ,પ્રિયતમા પત્ની અને સખી કલકલ કરતા પ્રવાહ સાથે વહેતી વહેતી કૃષ્ણને કહી રાકી હતી, "અમારું સાર્થક્ય તો તમારામાં વિલીન થઈને જ બને છે....તમારી ખારાશ અમને સ્વીકાર્ય છે, કારણ કે તમે અમને વિશાળતા આપી છે. અમર્યાદ ફેલાતા રહેવાનો એ અસ્તિત્વબોધ તમે આપ્યો છે અમને.... અમર પ્રખર તેજને જીરવીને અમને શીતળતા આપી છે તમે.....અમારા સ્ત્રીત્વને સન્માનીને સ્નેહ આપ્યો છે તમે...." આ રીતે આપુસ્તક માં બહુ જ સુંદર રીતે આપ્યું છે.
Black Mail Paperback by Raj Bh
Savlo Sansar Avalo Saar Hardcover – 1 January 2007
રાજ ભાસ્કરે ક્રાઈમ સ્ટોરીઝને નવો ઘાટ આપી ફરી વાર પોપ્યુલર કરવામાં યોગદાન આપ્યું છે. એમાં ય વળી આ કૃતિ ‘બ્લેક-mail’ તો ‘સાધના’ના ડિજિટલ અવતારમાં રોજેરોજ ઓનલાઈન વાચકો માટે લખાયેલી ! રાજ ભાસ્કરે આપણી જ આસપાસ બનતી ઘટનાઓમાંથી ‘બ્લેક-mail’નું પોત વણ્યું છે. જરાય ઉપદેશકની કંટાળાજનક ભૂમિકા ભજવ્યા વિના પણ યુવાહવાને સંદેશ આપ્યો છે ડિજિટલયુગમાં સાવધ રહેવાનો. રેગિંગથી ચેટિંગ સુધીનાં ભયસ્થાનો એણે લાલબત્તી ધરીને મિત્રભાવે દેખાડ્યાં છે. પણ પાત્રલેખન અને કથાપ્રવાહના ભોગે લાંબા ભાષણો જેવી ફિલસૂફીથી નહીં. પળે પળે રોમાંચ અને ઉત્સુક્તા જગાડતી-ઘટનાઓના નિરૂપણથી. ફ્રેન્કલી સ્પીકિંગ, પ્રસ્તાવના લખવા માટે મે ઉપરથી ‘બ્લેક-mail’ વાંચવાની ચાલુ કરી, પણ રાજ ભાસ્કરની લસરક દઈને ગળે ઊતરે એવી ભાષા અને સડસડાટ પ્રકરણ વંચાય તેવી રજૂઆત. એટલે એકીબેઠકે આખી વાંચી ગયો. વળી ‘બ્લેક-mail’ની ભાષા એકદમ મને ગમે છે એવી ‘યૂથફુલ’ છે. દરેક પાત્રનો જે તે સમયનો વિઝ્યુઅલ સ્ક્રેચ બારીકાઈથી રજૂ થયો છે. સાથોસાથ જ જમેન્ટલ થયા વિના યુવાહૈયાંઓની મોડર્ન લાઈફસ્ટાઈલ અને ફીલિંગ્સ પણ ઉપસાવે છે. પણ સૌથી વધુ ગમી ગઈ એની પરત-દર-પરત ખૂલતી જતી સસ્પેન્સની ટ્રિક ! એમ લાગે કે વાત પૂરી થઈ ત્યાં નેચરલી જ રહસ્યનો નવો ફણગો ફૂટે ! અને છેક સુધી કળી ન શકો એવી રીતે ‘હુ ડન ઈટ’નું ‘રાઝ’ જાળવી રાખવામાં લેખક રાજ ભાસ્કર પૂરા સફળ થયા છે. ફિલ્મની સ્ક્રિપ્ટની જેમ લખાયેલી આ કથા પર વેબસિરિઝ બની શકે તેમ છે !.
by Raj Bhaskar (Author)