Questions Are the Answers Paper
Vaah America Aah America!
"વાહ અમેરિકા, આહ અમેરિકા" આ પુસ્તકમાં તારક મેહતા એ અમેરિકા વિષેના પ્રવાસ ઉપર ખુબ હાસ્યના સબ્દમાં લ્ખુયું છે. અને આમાં વર્ણન કર્યું છે. અમેરિકા અદભુત દેશ છે. એને વિશે જેટલું લખો એટલું ઓંછુ પડે. અને વિશે કાઈ ને કાઈ લખાતું આવ્યું છે અને લખાતું રહેશે. એક હાથી અને ચાર આંધળાની કથા એને બંધ બેસે છે. એક આંધળાને હાથી સુપડકન્નો લાગે છે તો બીજાને એ થાંભલા જેવો. એમ ચારેયને જુદા જુદા અનુભવ થાય છે. અમેરિકા વિશે એવું જ છે. એને સંપૂર્ણ પણે જોવો કે અનુભવવો શક્ય નથી. એને વિશે લખનારા ફક્ત પોતાના જ અનુભવો નિરૂપી શકતા હોય છે. "વાહ અમેરિકા, આહ અમેરિકા ! માં હાસ્યનો અઢળક ખજાનો છે.