ચૌલાદેવી (Chaul
Divasvapna Paperback by Gijubh
Ghar Taraf Paperback by Isha Ku
‘ઘર તરફ’ વાર્તાસંગ્રહમાં લગભગ 1960 અને 1970 ના દાયકામાં લખાયેલી વાર્તાઓ છે. વિવિધ સામયિકો, દિવાળી અંકો વગેરેમાં છપાયેલી અનેક વાર્તાઓ વેર-વિખેર પડી હતી. ભાઈ દીપક દોશીએ આ બધી વાર્તાઓ મિત્રભાવે કાળજીથી વાંચી, પ્રમાણિત કરી. પછીનું થોડુંક બાકી રહેલું કામ ભાઈ ફિરોઝ કેરાવાલાએ કર્યું. બંનેની ખૂબ આભારી છું. એકવાર કોઈએ પૂછેલું : ‘તમે વાર્તા શા માટે લખો છો ? ’ પ્રશ્ન રસપ્રદ હતો. શેક્સપિયરે નાટકો શું કામ લખ્યાં હશે ? કાલિદાસે મેઘદૂતની રચના શા માટે કરી હશે ? હરીન્દ્રભાઈ સાથે આ વિશે વાત થતી. એમનો ઉત્તર કંઈક એવો રહેતો કે લખું નહિ તો જીવી ન શકું.