Kittee Parteenun Kamthan Hardco
Benjamin Franklin Ni Aatmakatha
Reindeers Paperback by Anil Cha
દરેક માણસ સ્કૂલ તથા હૉસ્ટેલ-લાઇફમાં જેટલું એન્જોય કરે છે, તેટલું પછી ક્યારેય નથી કરી શકતો. આ દિવસોમાં નિર્દોષતા ને નિખાલસતા છે, તો પારાવાર મૂર્ખતા પણ છે. પેટમાં આંટીઓ પડી જાય એવું હાસ્ય છે, તો આંખમાંથી બારે મેઘ ખાંગા થાય એવું રુદન પણ છે. ડહાપણ છે, દોઢડહાપણ પણ છે. ઝઘડો છે, સમાધાન પણ છે; ગંભીરતા છે, ચંચળતા પણ છે; પ્રેમ છે, નફરત પણ છે; આનંદ છે, ઉદાસી પણ છે; ટીખળ છે, ઈર્ષા પણ છે. રોમાંચ છે અને રોમાન્સ પણ છે! આ જ સમયમાં મિત્રતાની મજબૂત ગાંઠ બંધાય છે. પ્રેમના પુષ્પની સુગંધ પણ આ જ સમયમાં અનુભવાવાની શરૂ થાય છે. આ તમામ પ્રસંગોની મીઠી મહેક જિંદગીભર હૃદયની હાર્ડ ડિસ્કમાં સેવ રહે છે. આ પુસ્તકમાં એવી અનેક ઘટનાઓ છે, જે વાંચીને તમે પણ સ્કૂલનાં ફૂલ થઈને ભૂતકાળના બગીચામાં પહોંચી જશો. આ નવલકથાનું શીર્ષક ‘રેન્ડિયર્સ’ શા માટે? એનો ખુલાસો અંતમાં અત્યંત રસપ્રદ રીતે કરવામાં આવ્યો છે. એના માટે આ નવલકથા વાંચવી જ રહી. આ પુસ્તક એવા તમામ બારકસ-મિત્રોને હકપૂર્વક ભેટમાં આપવું જોઈએ, જેમની સાથે રહીને સ્કૂલ કે હૉસ્ટેલમાં ટોળટીખળ અને તોફાનો કર્યાં છે. આ માત્ર એક પુસ્તક નથી, સ્કૂલમાં જિવાયેલા દિવસોનો જીવંત દસ્તાવેજ છે. આના દ્વારા તમે તમારા મિત્રોને વીતેલા દિવસોની આખી દુનિયા ભેટમાં આપી શકશો.
by Anil Chavda (Author)
Gazal 101
Now in Gujarati
ગઝલ એટલે મધુરતા, રંગીની, સૌદર્ય કોમળતા અને માનવીય ભાવનાઓનો રચના-સંસાર ગઝલનો માહોલ પ્રકાશ અને પ્રતિબિંબનાં છાયા અને પડછાયા સુકોમળ તાણાવાણાથી ગૂંથાયેલો છે. ગઝલનો અર્થ છે પ્રિયતમા સાથે અથવા પ્રિયતમ વિશે વાત કરવી અને તેના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવો. ગઝલ એટલે દિલની ભાવનાઓ અને મહોબ્બતની અભિવ્યક્તિ પ્રેમના વિવિધ ભાવો ઋજુ શબ્દોમાં અને મુલાયમ છંદોમાં વ્યક્ત કરવાનું માધ્યમ તે ગઝલ. આવા ભાવ અને છંદોરયની સમન્વયશીલ ગઝલ તગઝુઝુલને નામે ઓળખાય છે. ગઝલ ગુજરાતીમાં ઉર્દૂ તથા ફારસી ભાષામાંથી આવી છે. ગઝલની ઉત્પતિ, વ્યાખ્યા, પરંપરાગત નિર્માણસામગ્રી, વિશિષ્ટ પ્રતીકો, રૂપકો, બંધારણ, છંદો, ભાષા અને તેના સમગ્ર ભાવવિશ્વ ઉર્દૂ ગઝલમાં આવતાં પ્રતીકો, ઇત્યાદિ વિશે જાણવું અનિવાર્ય છે
by Ramesh Purohit (Author).
Sambhalo Chho Ke Shriman ? Hard
Vaah America Aah America!
"વાહ અમેરિકા, આહ અમેરિકા" આ પુસ્તકમાં તારક મેહતા એ અમેરિકા વિષેના પ્રવાસ ઉપર ખુબ હાસ્યના સબ્દમાં લ્ખુયું છે. અને આમાં વર્ણન કર્યું છે. અમેરિકા અદભુત દેશ છે. એને વિશે જેટલું લખો એટલું ઓંછુ પડે. અને વિશે કાઈ ને કાઈ લખાતું આવ્યું છે અને લખાતું રહેશે. એક હાથી અને ચાર આંધળાની કથા એને બંધ બેસે છે. એક આંધળાને હાથી સુપડકન્નો લાગે છે તો બીજાને એ થાંભલા જેવો. એમ ચારેયને જુદા જુદા અનુભવ થાય છે. અમેરિકા વિશે એવું જ છે. એને સંપૂર્ણ પણે જોવો કે અનુભવવો શક્ય નથી. એને વિશે લખનારા ફક્ત પોતાના જ અનુભવો નિરૂપી શકતા હોય છે. "વાહ અમેરિકા, આહ અમેરિકા ! માં હાસ્યનો અઢળક ખજાનો છે.