Now in Gujarati
સરદાર, સિર્ફ નામ હી કાફી હૈ….. સરદાર વલ્લભભાઈ પટેલનું નામ અને કામ ગુજરાત માટે અજાણ્યું નથી, અને ભારત રાષ્ટ્ર તો આજીવન એમનું ઋણી છે. એમણે રજવાડાનું એકીકરણ કરવાનો ભગીરથ પડકાર ઉપાડ્યો. એમણે દેશને એક સંવિધાન મળે એ માટે પ્રયોસો શરૂ કર્યા અને વહીવટીતંત્રની કરોડરજ્જૂ જેવી સ્વદેશી સિવિલ સર્વિસ બનાવી. આશિષ્ઠ, દ્રઢિષ્ઠ, બલિષ્ઠ ના યુવા લક્ષણો સરદારસાહેબમાં હતા. Hopefull, Firm, Strong ત્વરિત નિર્ણયશક્તિ અને કડવો પણ ગુણકારી લીમડાં જેવો સ્પષ્ટ વાસ્તવવાદ. સરદારસાહેબ તો ગયા, પણ આપણે નવા સરદાર પેદા કેવી રીતે કરીશું ? કેમ ઘડાય સરદાર જેવું અસરદાર અને જોરદાર વ્યક્તિત્વ ? લોકપ્રિય લેખક-વક્તા જય વસાવડાએ સરદારસાહેબ પરના અઢળક સંદર્ભસાહિત્ય અને રઝળપાટ પછી નવી પેઢીને ગમે તેવી રજુઆત સાથે સરદારસાહેબના જીવનમાંથી પોઝિટિવ પ્રેરણા અને માર્ગદર્શન મળે એવું રસપ્રદ અને અમુક અજાણ્યા પ્રસંગોથી ભરપુર એવું અન્યોથી અલગ અનોખું પુસ્તક તૈયાર કર્યું છે. એમાં કેટલીક દુર્લભ તસ્વીરો અને સરદારસાહેબના પત્રો-ભાષણો વગેરેમાંથી આપણી આજની સમસ્યાઓનો ઉકેલ બતાવતા અવતરણો પણ મુક્યા છે. ચાલો, આ વાંચી ઇતિહાસ ઓળખીને આપણું ભવિષ્ય બનાવીએ. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’થી વિશ્વવિખ્યાત થઈ રહેલ ‘મેન ઓફ એક્શન’ સરદાર પટેલની આધુનિક ઓળખ કેળવીએ. આજે સરદારશ્રીના લોંગટર્મ વિઝનને સમજવાની તાતી જરૂર છે. માર્વેલ કોમિક્સના ‘આયર્ન મેન’ ના ફેન વધતા હોય ત્યારે આપણા અસલી માર્વેલસ આયર્નમેન (લોખંડી પુરુષ)ને તો સમજીએ !
by Jay Vasavada (Author)
MAECENAS IACULIS
Vestibulum curae torquent diam diam commodo parturient penatibus nunc dui adipiscing convallis bulum parturient suspendisse parturient a.Parturient in parturient scelerisque nibh lectus quam a natoque adipiscing a vestibulum hendrerit et pharetra fames nunc natoque dui.
ADIPISCING CONVALLIS BULUM
- Vestibulum penatibus nunc dui adipiscing convallis bulum parturient suspendisse.
- Abitur parturient praesent lectus quam a natoque adipiscing a vestibulum hendre.
- Diam parturient dictumst parturient scelerisque nibh lectus.
Scelerisque adipiscing bibendum sem vestibulum et in a a a purus lectus faucibus lobortis tincidunt purus lectus nisl class eros.Condimentum a et ullamcorper dictumst mus et tristique elementum nam inceptos hac parturient scelerisque vestibulum amet elit ut volutpat.

Reviews
There are no reviews yet.