Showing 37–48 of 50 results

Sangit Ekbijanu Paperback

235.00
રાગ એકબીજાનો, સૂર એકબીજાનો, લય એકબીજાનો, સંગીત એકબીજાનું અને ધ્વનિ એકબીજાનો... એક સાથે પ્રગટ થયેલા પાંચ પુસ્તકોનો આ સેટ મારી કોલમમાં લખાતા રહેલા વિચારોનું સંકલન છે. આ પાંચ પુસ્તકો સાથે ‘એકબીજાને.....’ શ્રેણીના અઢાર પુસ્તકો પૂરા થયાં છે. આ પુસ્તકો મેં નથી લખ્યા, પણ લગભગ રોજ અઢીસો વાચકોના મેઈલ આવે છે. એમના જીવનની અંગત સમસ્યા એ પૂરા વિશ્વાસ સાથે દિલ ખોલીને મને લખે છે. અંગત સમસ્યોના હલ શોધવો એ મારી આવડત નથી. મારી પોતાની સમસ્યાઓના ઉકેલ પણ ક્યારેક હું શોધી શકતી નથી, એવું મારે પ્રામાણિકતાપૂર્વક સ્વીકારવું જોઈએ. એક સારો ર્ડાક્ટર પોતે પોતાની સર્જરી સારી રીતે કરી શકે નહીં, એ સ્વભાવિક જ છે ને ? મારી જાતને ર્ડાક્ટર નથી કહેતી, પરંતુ મારી આસપાસની દુનિયાને મેં બહુ નજીકથી જોઈએ છે, ઓળખી છે, સમજી અને સ્વીકારી છે. પીડાના ઘૂંટડા આંસુના ગ્લાસ સાથે ગળે ઉતારી દીધા છે...હું કોઈ સવાલોના જવાબ નથી શોધતી. સવાલો, પીડા, પ્રશ્નો અને અભાવ સાથે પણ સારી રીતે કેમ જીવી શકાય એનું જીપીએસ તૈયાર કરતી રહી છું, હું ! બસ, આ પુસ્તકો એવા જ એક જીપીએસનો હિસ્સો છે.

Shraddha Ekbijani Paperback

275.00
આપણે જેટલી વાર કહીએ કે હું ખુશ છું, મજામાં છું, સ્વસ્થ છું – એ દરેક વખતે આપણે એ સાંભળવા હોઈએ છીએ. સાંભળેલી વાતમાં મનમાં રજિસ્ટર થાય છે. એ રજિસ્ટ્રેશન સમયસમયાંતરે રિકોલ અને રિમાઈન્ડ થાય છે. આ રિમાઈન્ડર્સ કે રિકોલ થવાની પ્રક્રિયા આપણને ખરાબ સમયમાં ‘પોઝિટિવિટી’ તરીકે મદદ કરે છે.

Maun Rag

325.00
મૌન રાગ(Maun Rag) Hardcover

Samjan Ekbijani Paperback

225.00
જિંદગીના દાખલામાં રીતના માર્ક બધાને મળે જ છે, પણ તાળો મળે ત્યારે જ દાખલો સાચો કહેવાય છે...કેટલાકની જિંદગીમાં તાળો મેળવવાનો સમય વીતી જતો હોય છે, તો કેટલાકને પોતાની ભૂલ એવા સમયે સમજાય છે જ્યાં દાખલો ફરીથી ગણવાની તક હજી બાજી હોય છે.... ‘એકબીજાને ગમતા રહીએ’ એ એક એવી કોલમ છે. જ્યાં દાખલાની રીત વિશે ચર્ચા કરવાને બદલે સાચો તાળો મેળવવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવાનું મેં નક્કી કર્યું છે. !

Sath Ekbijano Paperback ? 1 Jan

159.00
ક્યાં ખાડો છે, ક્યાં ટ્રેપ છે, ક્યાં ફસાઈ શકાય અને ક્યાંથી સરળતાથી નીકળી શકાય....ક્યાં રસ્તો બંધ છે અ ક્યાં રસ્તે જિંદગી સહેલાઈથી સામે મળી શકશે એવી સાદી વાતો ‘વામા’ (જન્મભૂમિ, ફૂલછાબ, કચ્છમિત્ર)ના આ લેખોમાં ઉતારવાનો પ્રયાસ કર્યો છે. આ કોઈ એક સ્ત્રી કે પુરુષને ઉદ્દેશીને લખાયેલા લેખો નથી, આ બે વ્યક્તિઓના સંબંધોમાં પડતી ગૂંચને ઉકેલવામાં સહજ અને સાદા પ્રયાસોની એક નોંધપોથી છે.

Sambandh to Aakash Paperback by

150.00
સ્ત્રી-પુરુષના સંબંધોને આવરી લેતી બાર ટૂંકી વાર્તાઓ, જેમાં મા-દીકરાથી શરૂ કરીને લગ્નેતર સંબંધ સુધીના આકાશને કલમથી આંબવાનો એક સંનિષ્ઠ પ્રયાસ પ્રત્યેક વાર્તામાં વિસ્તરે છે.

Kaajal Oza Vaidya Ni Vartao Pap

150.00
આ ટૂંકી વાર્તાઓનો બીજો સંગ્રહ છે. ત્રણ લઘુનવલ અને બીજી ટૂંકી વાર્તાઓ સાથે આ સંગ્રહમાં જુદી પ્રકારની, જુદા અવાજની ટૂંકી વાર્તાઓ સંકલિત કરવામાં આવી છે.

Raag Vairag (Part 1 & 2 )

750.00
Raag Vairag (Part 1 & 2 ) (Gujarati Novel) Hardcover ? 1 January 2018