Questions Are the Answers Paper
Pila Rumalni Ganth – 1,2,
આ 'પીળા રૂમાલની ગાંઠ' ની જે વરતા શરૂ થાય છે તેનો નાયક કર્નલ સલીમન નહી. પણ અમીરઅલી ઠગ છે. સેકડો હત્યા કરનાર આ ઠગ સરદારની જીવનકથા માં કાળજા થીજાવી દે એવી ભયાનક, આખો ભીજવી દે એવી કરુણ અને દિલ-દિમાગ ને જકડી રાખે એવી રોમાંચક નવલકથા છે. આ નવલકથા સત્યઘટનાને આધારે અને કલ્પનાના રંગે રંગાયેલી નવલકથા લખવાનો આ પ્રયાસ છે.
Jog – Sanjog Hardcover by
Hu Krishna Chu – The Comp
‘હું કૃષ્ણ છું’ - કૃષ્ણની સંપૂર્ણ આત્મકથા - 6 પુસ્તકોનો આ કમ્પ્લીટ સેટ, જે વિશ્ર્વનું એવું પ્રથમ પુસ્તક છે, જેમાં કૃષ્ણનાં સંપૂર્ણ જીવનનો ક્રમબદ્ધ ઉલ્લેખ કર્યો છે. જેને બેસ્ટસેલર્સ ‘હું મન છું’ અને ‘101 સદાબહાર વાર્તાઓ’નાં લેખક તથા સ્પીરિચ્યુઅલ સાયકો-ડાયનેમિક્સના પાયોનિયર દીપ ત્રિવેદીએ લખેલ છે, એટલે એમણે જરૂરી જગ્યાઓ પર કૃષ્ણની સાયકોલોજી ઉપરથી પડદા પણ ઉઠાવ્યા છે, કે કૃષ્ણએ જે કર્યું તે કેમ કર્યું. આત્મકથાનાં સ્વરૂપમાં લખેલ ‘હું કૃષ્ણ છું’ વાંચી લીધા પછી વાચકોને એ ખ્યાલ આવે છે કે કૃષ્ણએ કેવી રીતે પોતાનાં કર્મોનાં બળે જીવનનાં દરેક સંઘર્ષ પર વિજય મેળવ્યો અને એ ઊંચાઈ પર જઈ બેઠા જેવા એમને આપણે જાણીએ છીએ.
‘હું કૃષ્ણ છું’ ના પ્રથમ ત્રણ ભાગ અંગ્રેજી ભાષામાં પણ ઉપલબ્ધ છે તથા તેના પ્રથમ ભાગને વર્ષ 2018 ના Crossword Book Awards ની ‘Best Popular Non-Fiction’ કેટેગરી માટે નામાંકિત પણ કરવામાં આવ્યો છે.
‘હું કૃષ્ણ છું’ની આ સમગ્ર શ્રેણીને વાંચી લીધા પછી કૃષ્ણ સાથે સંકળાયેલા અનેક મહત્ત્વપૂર્ણ પ્રશ્ર્નોના જવાબ આપોઆપ મળી જાય છે જેવાં કે: કૃષ્ણ અને રાધાનો પ્રેમ શું હતો? કૃષ્ણએ કેટલાં લગ્ન કર્યા હતાં? કૃષ્ણએ દ્વારકા કેમ અને કેવી રીતે વસાવી હતી? કૃષ્ણએ મહાભારતનાં યુદ્ધ વખતે કેમ પાંડવોને જ સાથ આપ્યો હતો? આ યાદવાસ્થળી શું છે? ચોક્કસપણે ‘હું કૃષ્ણ છું’ વાંચતા-વાંચતા વાચક ક્યારે જીવનનાં ઊંડાણ અને મનની ઊંચાઈઓની વચ્ચે ડુબકીઓ લગાવવાનું શરૂ કરી દેશે, તેની એને ખબર જ નહીં પડે. આ પુસ્તક અનેક પૌરાણિક ગ્રંથોમાંથી ગહન અધ્યયન પછી લખ્યું છે. જે ગ્રંથોમાં પ્રમુખ છે:
મહાભારત, ઐતરેય આરણ્યક, નિરુક્ત, ગર્ગ સંહિતા, ઈંડિકા, હરિવંશ પુરાણ, વિષ્ણુ પુરાણ, પદ્મ પુરાણ, માર્કંડેય પુરાણ, ભાગવત પુરાણ…
‘હું કૃષ્ણ છું’, આ 6 ભાગોના આ પુસ્તકોનો કમ્પ્લીટ સેટ હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.
Samagra Mareez Hardcover by Mar
મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે, કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે. છે સ્ખલન બે-ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ, કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે. એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદ ! એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે. મારી આ મજબૂર મસ્તીનો નશો ઊતરી ગયો, આપ પણ એવું કહો છો કે મને આરામ છે ! કોણ જાણે કેમ સાંભળતાં જ દિલ દુઃખતું હશે ! આમ હું માનું છું તારું નામ પ્યારું નામ છે. આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો, આમ જો પૂછો બહુ મોંઘા અમારા દામ છે. જિંદગીના રસને પીવામાં કરો જલદી ‘મરીઝ’, એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
by Mareez (Author), Miskeen Rajesh, Vyas (Editor)
Chahera Pachhalno Chahero Paper
આશકા માંડલ (A
'આશકા માંડલ' આ પુસ્તકમાં એક અનુભાની વાર્તાનું સર્જન કર્યું છે. રણદ્વીપમાં ઉગેલા સુરજમુખીની તાજગી, તેનો રુઆબ, તેની પ્રસન્નતા, શહેરમાં બનાવેલા ઉદ્યાનમાં ખીલેલા ફૂલથી કંઈક નોખી હોય છે. એવું જ કાંઈક આ રેગીસ્તાનના સ્ત્રીપુરુષોનું છે. મને પોતાને આશકા સાથે પ્રેમ છે. તેની કલ્પના માત્ર એક અકથ્ય સંવેદન જગાવે છે. મને આશા છે કે વાચકોને પણ એ અનુભૂતિ થશે. અહર્નિશ તપતા સુરજના ધીખતા ચંદરવા હેઠળ, સદીઓથી ધખતી ધરતી પર સર્જાતી એક લોહિયાળ પ્રસંગની આ ગાથા છે. આથમી ગયેલા વિક્ટોરિયન યુગને પડછાયે, વિસરાઈ ચુકેલા સન સતાવનના સમયનું નેપથ્ય આ વાર્તાનું આમુખ છે.
Garbhasamhita A Book on Pre-Nat
શ્રેષ્ઠ સંતાન પ્રાપ્ત કરવાનું રહસ્ય ગર્ભસંહિતા - અર્કેશ જોશી 'ગુજરાત સમાચાર' ની બુધવારની પૂર્તિ 'શતદલ' માં પ્રગટ થયેલ ગર્ભસંહિતા'ના લેખોની શ્રેણી ( ભાગ -૧ ) સુપ્રજનનશાસ્ત્ર જેવા સમગ્ર વિશ્વમાં વણખેડાયેલા વિષય વિશે આટલું ઊંડું અને વિસ્તૃત સંશોધન ક્યાંય થયું નથી . " બાળકને ગર્ભમાંથી શિક્ષણ મળે તો શ્રેષ્ઠ શિક્ષણ આપી શકાય " ગર્ભાવસ્થામાં બાળકને સંસ્કારનું પ્રદાન એ જીવનભરનું મૂડીરોકાણ છે વેદ અને આયુર્વેદમાં ઉત્તમ સંતતિ પ્રાપ્ત કરવાનાં પ્રયોગોને વર્તમાન સમયમાં પણ સાકાર કરવા દંપતિઓએ પ્રયત્ન કરવો જોઈએ . પોતાનાં સંતાન આદર્શ હોય તેવી મહેચ્છા પૂરી કરવા તેમણે આદરેલો યજ્ઞ સફળ થશે જ .
Raavan – Aaryavrtno Ari (
Now in Gujarati
અંધકાર વિના પ્રકાશનો ઉદ્દેશ્ય શું હોઈ શકે ? ભગવાનો પણ પ્રતિનાયકો વિના શું કરી શકે ? 3400 ઈસાપૂર્વ, ભારત. નિર્ધનતા અને અરાજક્તાથી પ્રક્ષુબ્ધ દેશ. મોટાભાગના લોકો ચૂપચાપ પીડાય. અમુક બળવો પણ કરે. કેટલાક ઉત્તમ જગત માટે લડી લે, તો કેટલાક પોતાના માટે. મોટાભાગના લોકો જોકે ઉદાસીન છે. રાવણ એ સમયના સૌથી જ્ઞાની ઋષિઓમાંના એકનું સંતાન, જે અત્યંત બુદ્ધિશાળી અને પ્રતિભાવાન છે. પરંતુ દુર્ભાગ્ય તેની આકરી પરીક્ષા લેતું જ રહે છે. કિશોરવસ્થામાં સફળ ચાંચિયો બનેલા રાવણમાં શૂરવીરતા, ક્રૂરતા અને દ્વઢ નિર્ધારના ગુણો છે. તેનો નિર્ધાર છે સૌથી શક્તિશાળી અને મહાન વિજેતા બનવાનો, કારણ કે એ તો અધિકાર છે. વિરોધાભાસી વ્યક્તિત્વવાળો રાવણ ઘાતકી અને હિંસક હોવાની સાથેસાથે જ્ઞાની અને બુદ્ધિશાળી પણ છે. એ કોઈ જ અપેક્ષા વિના પ્રેમ કરે છે અને પસ્તાવા વિના હત્યા પણ. ‘રામ ચંદ્ર શ્રેણી’ ના ત્રીજા પુસ્તકમાં લંકાના રાજા રાવણની અને તેના અંધારિયા મનના ઊંડાણની વાત છે. શું એ માનવજાતનો સૌથી મોટો પ્રતિનાયક છે કે પછી સદાય અંધારા ઊંડાણમાં ગર્ત એક સામાન્ય માનવી છે? માનવજાતના સૌથી સંકુલ, હિંસક, જોશીલા અને જ્ઞાનીપુરુષની કથા એટલે ’રાવણ - આર્યવર્તનો અરિ’.
Aganpankh Paperback by A.P.J.Ab
Now in Gujarati
Aganapankha [biography] .... translate translator autobiography Wings of Fire kalamani Dholakiya Dr. Haresh, actually Truth is not a personal achievement, but also the science of the history of space science entitled roketa ankhe Prof. Dr. Kalam is reported nightmares .Record Sarabhai and his fellow scientists Why his His story raises is why does the first to difficulty partner the story moves forward chhe --tene Indian Space Today
Ram – Ikshvakuna Vanshaj
Now in Gujarati
રામરાજ્ય. આદર્શ ભૂમિ. પરંતુ પરિપૂર્ણતાની કિંમત ચૂકવવી પડે છે. તેમણે એ કિંમત ચૂકવી છે. 3400 ઈસાપૂર્વ, ભારત. અયોધ્યા વિભાજનોથી નબળું પડી ગયું છે. એક ભયંકર યુદ્ધથી કિંમત તે ચૂકવી રહ્યું છે. નુકસાન બહુ મોટું થયું છે. લંકાના રાક્ષસ રાજા રાવણ પરાજિતો પર પોતાનુ સામ્રાજ્ય નથી સ્થાપતા. તેના બદલે તે ત્યાં પોતાનો વેપાર સ્થાપી દે છે. આખા સામ્રાજ્યમાંથી ધન ચૂસી લેવામાં આવે છે. સપ્તસિંધુની પ્રજા ગરીબી, હતાશા ને દુરાચરણમાં ગરકાવ થઈ ગઈ છે. તે પ્રજા એક એવા નાયક માટે વલખે છે કે જે તેમને આ કળણમાંથી બહાર કાઢે. તેમને ક્યાં જાણ છે કે એવો એક નાયક તેમની વચ્ચે જ રહેલો છે જેને તે બધા લોકો જાણે છે. એક સંતપ્ત અને દેશનિકાલ પામેલો રાજકુમાર. એવો રાજકુમાર જેનો તેમણે વિરોધ કર્યો હતો. એ રાજુકુમાર કે જેનું નામ હતું રામ. દેશવાસીઓએ તેમને સતપ્ત કર્યા હોવા છતાં તેઓ પોતના દશને ચાહે છે. ન્યાય માટે તેઓ એકલા જ લડતા રહે છે. અંધકારની અંધાધૂંધી સામે, પોતાના ભાઈઓ અને પત્ની સીતાના સથવારે, તેઓ લડતા રહે છે. શું લોકોએ તેમના પર લગાવેલા લાંછનને રામ દૂર કરી શકશે? શું સીતા માટેના તેમના પ્રેમને કારણે તે આ સંઘર્ષમાંથી પાર ઊતરશે? શું પોતાના બાળપણને બગાડનારા રાક્ષસ રાજા રાવણને તેઓ પરાજિત કરી શકશે? શું વિષ્ણુની નિયતિને તેઓ પૂર્ણ કરશે? અમીશ સાથે આ નવી મહામુસાફરીનો પ્રારંભ કરો ‘રામ ચંદ્ર શ્રેણીમાં..