by Kamini Sanghvi (Author)
2015માં મારી પહેલી નવલકથા સેવન અવર્સ ‘ફૂલછાબ’ ટેનિકમાં પ્રકાશિત થઈ હતી. તે પછી બૂમરેંગ નવલ ધારાવાહિક રૂપે ‘ચિત્રલેખા’માં આવી જેણે મને અપાર લોકચાહના અપાવી. તે પછી આ ત્રીજી નવલકથા છે, જે ‘ગુજરાતમિત્ર’ની વિખ્યાત ‘સન્નારી’પૂર્તિમાં ધારાવાહિક રૂપે પ્રકાશિત થઈ છે. ત્રણ વર્ષમાં ત્રણ નવલકથા એને હું મારી મહેનત અને લગનનું પરિણામ માનું છું. મેં ધાર્યું હતું તેવી જ સફળતા મને નવલકથા લખવામાં મળી રહી છે તેનો આનંદ છે. વાચકોના રિસ્પોન્સને કારણે જ લખવાનું ગમે છે. તેથી વાચક છે તો હું લખું છું. માટે જાણ્યા અજાણ્યા સહુ વાચકોનો આભાર. નવલકથા લઈને ફરી જલદી મળીશું….

Reviews
There are no reviews yet.