Doctor ni Diary Vol – 9 H
ર્ડા. શરદભાઈ છેલ્લાં 21-21 વરસથી લખતા રહ્યા છે. આ એકવીસ વરસમાં જમાનાએ ડબલ યુ-ટર્ન મારી લીધા છે. બોલપેન હવે પેન ડ્રાઈવમાં પરિવર્તિત થઈ ગઈ છે. અને ગુલાબી પત્રો હવે એસ.એમ.એસ. બની ગયા છે. એક આખેઆખો યુગ આથમી ગયો છે, પણ ર્ડા. શરદ ઠાકર યુગ નથી આથમ્યો. એક જમાનામાં યુવાનો સ્ટ્રીટ લાઈટના અજવાળામાં ટોળે વળીને રવિવારની સવારે ઓલરેડી વંચાઈ ગયેલા ‘ગુલાબ’ ની સુગંદ ફરી વાર સમૂહમાં માણતા હતા. આજે લાખો યુવાનો-યુવતીઓ એ જ સુગંધ ઇન્ટરનેટ ઉપર માણતા રહે છે. ‘ ર્ડા. ની ડાયરી’ આજે પણ ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને સાચા અને સારા ર્ડાક્ટર બનવાની પ્રેરણા પૂરી પાડે છે. આજેય હજારો યુવતીઓ ‘રણમાં ખીલ્યું ગુલાબ’ વાંચવા માટે જીવે છે અને પ્રેમમાં નાસીપાસ થયેલી સેંકડો યુવતીઓ ર્ડા. શરદના એક ટેલિફોનિક આશ્વસન પછી આત્મહત્યા કરવાનું માંડી વાળે છે. કારણ? કારણ માત્ર એ જ કે ર્ડા. શરદ ઠાકર માત્ર કલમથી નથી લખતા, પણ કસબથી લખે છે ; દિમાગથી નહીં, દિલથી લખે છે; માત્ર પારદર્શક જ નથી લખતા, ધારદર્શક પણ લખે છે. ર્ડા. શરદ ઠાકરને વાંચીને એક આખી પેઢી મોટી થઈ ગઈ છે અને આજે બીજી પેઢી જુવાન થઈ રહી છે. એમને વાંચવા માટે કેટલા લોકો પાગલ છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. સ્વ. સુરેશ દલાલની આ પંક્તિઓ સહેજ ફેરફાર સાથે ટાંકું છું. શરદભાઈને મારે કહેવું છે : પૂછતા નહીં કેટલા પાગલ, કેટાલ પાગલ ! આભમાં જો ને જેટલાં વાદળ, એટલા પાગલ. ર્ડા. શરદભાઈની આ વિકારપ્રૂફ વાર્તાઓને આપણે અભિનંદનના અક્ષત લઈને, કૃતજ્ઞાતાનું તિલક કરીને હાથ, હૈયું અને મસ્તક વડે સ્વાગત કરીએ.
Karnani Aatmakatha Hardcover
કર્ણ એટલે કોણ? મહારથી....દાનેશ્વરી કે જન્મથી જીવનના અંતિમ તબક્કા સુધી તરછોડાયું એવું પાત્ર જે આજીવન પોતાના અસ્તિત્વની શોધમાં ભટકાય કરતું હતું. કર્ણ પાસે કૌવત હતું પણ કુળ નહોતું. કર્ણનો જન્મ માત્ર કુંતિની જિજ્ઞાસા અને બાલિશતાના પરિણામ સ્વરૂપે થયો હતો. મહાભારતને માત્ર કથા તરીકે જોઈએ તો જો કુંતિએ ઘેલછા રાખીને મંત્રપ્રયોગ ન કર્યો હોત તો દુનિયાને આવો વીર અને દાનેશ્વરી પુરુષ સાંપડ્યો જ ન હોત. સૂર્યનું તેજ અને ઓજસ લઈને જન્મલો કર્ણ પોતાની શક્તિઓને સિદ્ધ કરવા માગતો હતો પણ તે સારથિપુત્ર હતો. પાંડવો અને કૌરવોની વિદ્યાપૂર્તિ બાદ રખાયેલી કસોટીમાં કર્ણનો પ્રવેશ અને અર્જુનને હંફાવવો એ માત્ર સંકેત હતો કે અર્જુન કરતાં પણ મહાન પાત્રો આ વિશ્વમાં છે. પહેલાં એકલવ્ય હતો, જેને અર્જુનના ગુરુએ વામણો કરી નાખ્યો. જીવનની સંધ્યાએ પોતાના મિત્રના શત્રુઓની માતાના મુખે તેને સત્ય જામવા મળે છે કે કોઈ વિકલ્પ જ નહોતો. તે કુંતિને માત્ર એટલું જ કહે છે, તારા પાંચ પુત્રો કાયમ જીવતા રહેશે. કૃષ્ણ આ વાતનો મર્મ જાણતા હતા અને તેમણે અંતે કર્ણનો જ ભોગ લેવાય તેવી સ્થિતિનું નિર્માણ કર્યું હતું. કર્ણ દાનેશ્વરી હતો, દયાળુ હતો અને સારી બાબતોને સાથ આપનાર હતો છતાં તે ખોટા પક્ષે હતો. ધર્મયુદ્ધમાં તેનો પક્ષ તેના મૃત્યુનું કારણ બન્યો હતો..
by Manu Sharma (Author), Ekta Ravi Bhatt (Translator)
Krushnapurvak Paperback by Anki
ભાગદોડવાળી જિંદગીનો થાક તમારા તન-મન પર ઘેરાઇ વળ્યો હોય, શાંતિ અને સંતોષનો અહેસાસ જિંદગીમાં દેખાતો ન હોય. જોશ-જુસ્સો છે, કામની તાલાવેલી છે પણ દિશા દેખાતી નથી. દુન્યવી પરોજણમાં પોતાના લક્ષ્યથી ભટકી જવાય છે, કઇંક કરવાની તમન્ન સાથે જિંદગીના પાસા ફેંકતા રહ્યા છીએ પણ જિંદગીની રમતમાં કોઇ ‘કૃષ્ણ’ દેખાતા નથી. જેના કહેણ પર દિલથી કહેવાઇ જાય ‘करिश्ये वचनम् तव’ । બસ, આવી અનુભૂતિ આત્મસાત્ કરવા આવો - અંકિત ત્રિવેદીનું પુસ્તક ‘કૃષ્ણપૂર્વક’ ખરીદી વાંચો - વંચાવો અને નવવર્ષની ભેટમાં સ્વજનો અને સ્નેહીજનોને ભેટ આપો....
The Leader Who Had No Title (Gu
Now in Gujarati, for more than fifteen years, Robin Sharma has been quietly sharing with Fortune 500 companies and many of the super-rich a success formula that has made him one of the most sought-after leadership advisers in the world. Now, for the first time, Sharma makes his proprietary process available to you, so that you can get to your absolute best while helping your organization break through to a dramatically new level of winning in these wildly uncertain times.