Dev-Danav Hardcover by Harkisha
આ દેવ દાનવ નવલકથાના પ્રારંભના પ્રકરણો વાંચી 'ચિત્રલેખા' ના કેટલા વાચકોએ 'આ પ્રવાસકથા બની રહી છે' એવી ટકોર કરી હતી, પરંતુ કથાનો નાયક ગાઈડ હોવાથી અને કથાવસ્તુને નેપાલના રાજકીય, સામાજિક તેમજ સાંસ્કૃતિક જીવન સાથે લેવાદેવા હોવાથી એ પૃષ્ઠભુમી અનિવાર્ય હતી. જોકે કથા જેમ જેમ વિકસતી ગઈ તેમ તેમ વાચકોને કથામાંડુંની કુવારી દેવી, પશુપતિનાથ મંદિર, કેસિની વગેરેના આલેખનની અનિવાર્યતા સમજાઈ હોવાના પડઘા એમના પત્રોમાં પડ્યા. અસંખ્ય વાચોકેએ આ નવલકથા. માણી અને બહુ જ વખાણી છે. તેનો મને સંતોષ છે
You Can Heal Your Life Paperbac
‘જો તમે થોડી માનસિક કસરત કરવા તૈયાર હો તો ચોક્કસ માનજો કે ગમે તે દર્દ મટી શકે છે.’ લુઇસ એલ હે. આ ‘બેસ્ટલિંગ’ પુસ્તકે લાખો લોકોની જિંદગીને બદલી નાખી છે, એ પણ જાતે જ ખુદની દવા બનીને. આપણી તંદુરસ્તી અને સ્વસ્થતા ઉપર આપણું મન કેવી રીતે ધારદાર અસરો ઉપજાવી શકે છે તે વાત સુંદર રીતે જણાવતું આ પુસ્તક લોકોની આંખ ખોલી નાખવા માટે સારું સાધન છે. આ પ્રેરણાત્મક પુસ્તકના વિશ્વવિખ્યાત માર્ગદર્શક લુઇસ એલ. હે. આપણને મન અને શરીરના સંબંધને ખૂબ જ ઊંડાણથી સમજાવે છે. તેઓ આપણા શારીરિક રોગ અને અવસ્થાતાને તેના મૂળસ્ત્રોત તપાસીને આપણા વિચારો અને કલ્પનાઓ માટે બાધારૂપ બનતી વાતોને સરળતાપૂર્વક સમજાવી આપણને માર્ગ બતાવે છે. આ પુસ્તકમાં વિચારો અને આયોજનો છે જેણે જગતના લાખો લોકોની જિંદગીને બદલી નાખી છે. આ જાતે કરી શકાય તેવી માર્ગદર્શિકા તમારી જિંદગીને પણ મૂળથી બદલી નાખશે. આ પુસ્તકને હાથવગુ રાખજો જેથી તમને સમયે સમયે લાભ થાય અને એક નકલ બીમારીથી પીડાતા સ્વજનને ભેટ આપજો - તેઓ તમારું ઋણ નહિ ભૂલે.
by Louise L. Hay (Author), Aaditya Vasu (Translator)
Karan Ghelo ( First Novel of Gu
Panchamo Badshah
માસ્ટર સ્ટોરી ટેલર મહેશ યાજ્ઞિકની નવી નવલકથા. પાંચમો બાદશાહ એટલે કુંદન કામદારની ખુમારી અને ખુવારી કથા. જુગાર. આદિકાળથી રમાતી આ રમતમાં ધર્મરાજા યુધિષ્ઠિર હારી જાય અને દુર્યોધન જીતે એવું પણ બને. પત્તાં-પાનાં હોય કે વરલી મટકા જુગારના બંધાણીઓને રમાડીને પોતાનો ધંધો જમાવનાર એક કુટુંબની કથા. લાગણીની ભીનાશ અને સ્વાર્થની સાજિશ વચ્ચે પરિવારમાં બનતી કડવી-મીઠી ઘટનાઓ. કથાનાયક કુંદન કામદારની ખેલદિલી અને ખુન્નસની ઘટનાઓ વચ્ચે વહેતી નવલકથા એટલે પાંચમો બાદશાહ.