Aghor Nagara Vage Vol – 2
શ્રી મોહનલાલ અગ્રવાલનું મૂળ વતન ઉત્તર પ્રદેશનું મેરઠ ગામ, એમનું જન્મસ્થળ અને કાર્યક્ષેત્ર સુરેન્દ્રનગર. શ્રી અગ્રવાલ વિજ્ઞાનના સ્નાતક છે, સંગીત, લેખન, પ્રાચીન સંસ્કૃતિનાં સંશોધનો, હથિયારો તેમજ ઈતિહાસ અને આયુર્વેદ એમનો પ્રિય અને રસનો વિષય છે. એમણે ‘અઘોર નગારાં વાગે’ પુસ્તકમાં ભારતની સાધુશાહી સંસ્કૃતિનો તલસ્પર્શી ઉલ્લેખ કર્યો છે. હાલ તેઓ આયુર્વેદના તેમજ પ્રાચીન રસકલા, ધાતુવિદ્યાનાં સંશોધનો કરી રહ્યા છે અને એનો સંગ્રહ કરી જનહિતાર્થે પ્રગટ કરી રહ્યા છે.
by Mohanlal Agrawal (Author)
Karan Ghelo ( First Novel of Gu
ARVACHIN GUJARATI SAHITYANI VIK
Harry Potter Ane Shapit Putra P
Badapanana Vanarveda Paperback
ગાડી સ્ટેશન આગળ અટકી. બગલમાં પોટલું મારી કેશુભાઈની પાછળ ચાલ્યો. જોઉં છું તો બે મિત્રો મને વળાવવા આવેલા. ભાયલો અને ધમલો. અમે ડબ્બામાં બેઠા. મેં પોટલું છોડ્યું અને અંદરથી બે ભમરડા કાઢ્યા. હાથ લંબાવી મારા મિત્રોને મેં ભેટ આપી દીધા. મારો વિચાર ભમરડા અમદાવાદ લઈ જવાનો હતો. મિત્રોને જોઈ એ વિચાર માંડી વાળ્યો. ધમલાની પાછળ રાતડો ઊભો હતો. એ પણ કંઈ સંદેશા પાઠવતો હતો. સીટી વાગી. રાતકે રુદન શરૂ કર્યું. ધમલે અને ભાયલે હાથ ઊંચા કર્યા. ધીમે ધીમે ટ્રેન ઊપડી. ડબ્બાની બારીની બહાર હું ડોકું કાઢી ઊભો રહ્યો દૂરથી જ્યારે મિત્રો દેખાતા બંધ થયા હતા ત્યારે ઝીણો અવાજ આવ્યો. ‘વજિયા...આવજે...’
. by Vaju Kotak (Author)