A-Manas Paperback by Drashti S
by Drashti Soni (Author)
દરેક વ્યક્તિએ પોતાનું જીવન અમુક માપદંડોને અનુસરીને જ વિતાવવાનું હોય છે. આ માપદંડો બીજું કશું નથી પણ માણસોની એક વિચિત્ર ટેવ છે, અહમ છે, જે પોષવા માટે એ આવી રમતો રમે છે. જોતજોતામાં એ એક ટૅબૂ બની જાય છે. આ માપદંડો વ્યક્તિગત સ્વતંત્રતા હણી લે છે અને જીવલેણ સંઘર્ષ જન્મે છે. જો એ આ માપદંડને ન અનુસરે તો શું થાય? આ સંઘર્ષ કેવો છે? શું શું એક વ્યક્તિએ માત્ર એક માણસ બનવા માટે ગુમાવવું પડે છે? આ બધાં પ્રશ્નો, તારણ, જવાબો આપતી કથા એટલે, 'અ- માણસ'. દૃષ્ટિ સોનીની આ લઘુનવલ એક વ્યક્તિની, ખુદના સ્વીકાર માટેની, ખોજ દર્શાવે છે. જોવા જઈએ તો આ લઘુનવલ કોઈ વ્યક્તિ માટેની કથા નથી પણ આપણા આખા સમાજની માનસિક સ્થિતિની અને એ સ્થિતિમાંથી ઉપજી આવતા સંઘર્ષની કથા છે.
Kittee Parteenun Kamthan Hardco
Benjamin Franklin Ni Aatmakatha
Reindeers Paperback by Anil Cha
દરેક માણસ સ્કૂલ તથા હૉસ્ટેલ-લાઇફમાં જેટલું એન્જોય કરે છે, તેટલું પછી ક્યારેય નથી કરી શકતો. આ દિવસોમાં નિર્દોષતા ને નિખાલસતા છે, તો પારાવાર મૂર્ખતા પણ છે. પેટમાં આંટીઓ પડી જાય એવું હાસ્ય છે, તો આંખમાંથી બારે મેઘ ખાંગા થાય એવું રુદન પણ છે. ડહાપણ છે, દોઢડહાપણ પણ છે. ઝઘડો છે, સમાધાન પણ છે; ગંભીરતા છે, ચંચળતા પણ છે; પ્રેમ છે, નફરત પણ છે; આનંદ છે, ઉદાસી પણ છે; ટીખળ છે, ઈર્ષા પણ છે. રોમાંચ છે અને રોમાન્સ પણ છે! આ જ સમયમાં મિત્રતાની મજબૂત ગાંઠ બંધાય છે. પ્રેમના પુષ્પની સુગંધ પણ આ જ સમયમાં અનુભવાવાની શરૂ થાય છે. આ તમામ પ્રસંગોની મીઠી મહેક જિંદગીભર હૃદયની હાર્ડ ડિસ્કમાં સેવ રહે છે. આ પુસ્તકમાં એવી અનેક ઘટનાઓ છે, જે વાંચીને તમે પણ સ્કૂલનાં ફૂલ થઈને ભૂતકાળના બગીચામાં પહોંચી જશો. આ નવલકથાનું શીર્ષક ‘રેન્ડિયર્સ’ શા માટે? એનો ખુલાસો અંતમાં અત્યંત રસપ્રદ રીતે કરવામાં આવ્યો છે. એના માટે આ નવલકથા વાંચવી જ રહી. આ પુસ્તક એવા તમામ બારકસ-મિત્રોને હકપૂર્વક ભેટમાં આપવું જોઈએ, જેમની સાથે રહીને સ્કૂલ કે હૉસ્ટેલમાં ટોળટીખળ અને તોફાનો કર્યાં છે. આ માત્ર એક પુસ્તક નથી, સ્કૂલમાં જિવાયેલા દિવસોનો જીવંત દસ્તાવેજ છે. આના દ્વારા તમે તમારા મિત્રોને વીતેલા દિવસોની આખી દુનિયા ભેટમાં આપી શકશો.
by Anil Chavda (Author)