Ek Panth Ne Do Kaaj Paperback
by Rashmi Bansal (Author), Sonal Modi (Translator)
‘એક પંથ ને દો કાજ’ (Arise Awake) એટલે વિદ્યાર્થીકાળમાં જ ધંધાનું સાહસ ખેડનાર દસ યુવાનોની ગાથા. ગ્રેજ્યુએશન પહેલાં કે પછી નોકરી મેળવવાની દોટ કાઢ્યા વગર પોતાનાં સ્વપ્ના સાકાર કરવા મંડી પડનાર વીરલાઓની અત્યંત પ્રેરણાત્મક કહાણીઓ. આ પુસ્તક હાથમાં લેતાં જ તમને સમજાઈ જશે કે ધંધાને ઉંમર કે ભણતર સાથે ખાસ લેવાદેવા નથી. એને માટે તો જોઈએ ધગશ, ભારોભાર હિંમત, એક નવો આઈડિયા અને ઈન્ટરનેટ. તમારી હોસ્ટેલનો રૂમ પણ તમારી ઓફિસ બની શકે. રશ્મિ બંસલના અંગ્રેજી પુસ્તકનો સોનલ મોદીની અત્યંત રસાળ શૈલીમાં ગુજરાતી ભાવાનુવાદ એટલે ‘એક પંથ ને દો કાજ.’ તમે પણ ‘સ્ટાર્ટ અપ’ ક્ષેત્રે પગરણ માંડવા ઈચ્છો? તો જરૂર વસાવવા જેવું પુસ્તક.
Samjan Ekbijani Paperback
જિંદગીના દાખલામાં રીતના માર્ક બધાને મળે જ છે, પણ તાળો મળે ત્યારે જ દાખલો સાચો કહેવાય છે...કેટલાકની જિંદગીમાં તાળો મેળવવાનો સમય વીતી જતો હોય છે, તો કેટલાકને પોતાની ભૂલ એવા સમયે સમજાય છે જ્યાં દાખલો ફરીથી ગણવાની તક હજી બાજી હોય છે.... ‘એકબીજાને ગમતા રહીએ’ એ એક એવી કોલમ છે. જ્યાં દાખલાની રીત વિશે ચર્ચા કરવાને બદલે સાચો તાળો મેળવવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવાનું મેં નક્કી કર્યું છે. !