Bakor Patel – Thay Teva T
Bakor Patel – Lyo Leta Ja
Samagra Mareez Hardcover by Mar
મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે, કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે. છે સ્ખલન બે-ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ, કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે. એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદ ! એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે. મારી આ મજબૂર મસ્તીનો નશો ઊતરી ગયો, આપ પણ એવું કહો છો કે મને આરામ છે ! કોણ જાણે કેમ સાંભળતાં જ દિલ દુઃખતું હશે ! આમ હું માનું છું તારું નામ પ્યારું નામ છે. આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો, આમ જો પૂછો બહુ મોંઘા અમારા દામ છે. જિંદગીના રસને પીવામાં કરો જલદી ‘મરીઝ’, એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
by Mareez (Author), Miskeen Rajesh, Vyas (Editor)